પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો

પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધો

પોલીસે ચોરીની ૪ રિક્ષા કિ.રૂ. ૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ પાટણ એલસીબી પોલીસે રીક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીની ૪ રિક્ષાઓ સાથે ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા સારુ તેમજ આવા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર ચૌધરીના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ પ્રયત્નશીલ હતા દરમ્યાન હ્યુમન સોર્સીસથી મળેલ હકીકત આધારે રીક્ષા ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપી કેતનભાઇ સેંધાભાઈ સરતાનભાઇ રાવળ રહે.હારીજ, કબીર કંપા સોસાયટી, ખાખડી રોડ સર્વોદય હાઇસ્કુલ પાછળ તા.હારીજ વાળા પાસેથી ચોરીમાં ગયેલ સીએનજી પેસેન્જર રીક્ષા નંગ-૪ કી.રૂ.૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬, ૩૫(૧)ઇ મુજબ કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા સુરેશજી નાનાજી ઠાકોર રહે. ઝીલીયા તા.ચાણસ્મા હાલ રહે.રાણીપ, અમદાવાદ વાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *