મહેસાણાના કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મના મામલે કોર્ટે ઓપીના જામીન ફગાવ્યા

મહેસાણાના કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મના મામલે કોર્ટે ઓપીના જામીન ફગાવ્યા

મહેસાણા જિલ્લામાં કડી ખાતે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર લગભગ છ એક મહિના પહેલા આ ઘટના બનવા પામી હતી, જ્યારે મોહમદ મુનાફ પરમાર નામના શખ્સે પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બનાવ બાદ ફરિયાદીએ પોતાના રક્ષણ અને બચાવ માટે કોર્ટમાં ઘા નાખી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી મોહમદ મુનાફ પરમારે પોતાના જામીન મેળવવા માટે અરજી કરી હતી.

આ અંગે તપાસમાં કોર્ટને ધ્યાને આવ્યું હતું કે આરોપી મોહમદ મુનાફ પરમાર નામનો આરોપી ત્રણ સંતાનોનો પિતા છે અને હાલ જોટાણા કોર્ટમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. પીડિતાને લગ્નના નામે વિશ્વાસમાં લઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી છેતરી હતી. જોકે, આરોપી દ્વારા ધરપકડથી બચવા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ કેસની પરિસ્થિતિ, પુરાવા અને રજૂ કરાયેલ દલીલોને આધારે સરકારી વકીલ પરેશ દવે દ્વારા જોરદાર વાંધા ઉઠાવવામાં આવતા વકીલની દલીલોને આધારે કોર્ટે અંતે આરોપીના આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *