મહેસાણામાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકારતી કોર્ટ આરોપી નિર્દોષ છૂટ્યા

મહેસાણામાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકારતી કોર્ટ આરોપી નિર્દોષ છૂટ્યા

મહેસાણાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પટેલ રીન્કેશકુમાર મફતલાલ રહે. ૨૫/સી-તિરુપતિ ટાઉનશીપ, રંગોલી હોટલની સામે નાગલપુર વાળાએ પરમાર સુનીલકુમાર મનુભાઈ ઉપર ધી નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ રૂ.૩,૦૦,૦૦૦/- અંકે રૂ.ત્રણ લાખ પુરાના ચેક રીટર્નની મહેસાણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. જે બાબતે નામદાર કોર્ટમાં કેસ ચાલતો હોઈ જેમાં સુનીલભાઈએ અગાઉ ફરીયાદીને રૂ. ૪૧,૦૦૦ /- ફોનપેથી આપેલ તેમજ નાણાકીય વ્યવહાર દરમિયાન સદર સુનીલભાઈએ પોતાના દાગીના આપ્યા હતા એ દાગીના ફરીયાદી રીન્કેશકુમારએ બારોબાર રૂ. ૩,૩૩,૫૦૦/- માં વેચી દીધેલ હતાં. આમ છતાય ફરિયાદીએ સિક્યોરિટી માટે આપેલો પોતાની પાસે રહેલા ચેકનો દુરપયોગ કરી રૂ.૩,૦૦,૦૦૦/- નો કેસ દાખલ કરેલ હતો.

જેમાં સદર કેસ બાબતે તમામ હકીકતો પુરવાર થતાં તેમજ વકીલ જયદેવસિંહ બી.ચાવડાની ધારદાર દલીલો અને રજુઆતો સાંભળી ત્રીજા જ્યુડી. મેજી ફ.ક.મહેસાણા બી.સી.ત્રિપાઠીએ આરોપી પરમાર સુનીલકુમાર મનુભાઈને નિર્દોષ છોડી મુકેલ અને ફરીયાદી પટેલ રીન્કેશકુમાર મફતલાલને આરોપી ઉપર ખોટો કેસ દાખલ કરવા અને ના.કોર્ટનો એક વર્ષ ૧૦ માસ જેટલો કિમતી સમયનો બગાડવા બદલ રૂ. ૧,૦૦,૦૦૦/- અંકે રૂ.એક લાખનો દંડ એક માસમાં ડી.એલ.એસ.એમાં જમા કરાવવા અને ફરીયાદી સદર રકમ નિયત સમયમાં જમા ના કરાવે તો કલેકટર મહેસાણાને વસુલાત કરવા અને વસુલાત ના થાય તેવા સંજોગોમાં છ માસ ની સદી કેદની સજા ભોગવવાનો હુકમ કરી નિર્દોષ લોકોમે ખોટા કેસમાં ફસાવી વ્યાજના વિષચક્રમાં ડુબાડી દેતા આવા લોકોને ન્યાયના હિતમાં સબક શીખવાડી સમાજ જીવનમાં દાખલારૂપ ઉદાહરણ આપેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *