ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દેવ દિવાળીના તહેવાર બાદ કપાસની મોટી આવક શરૂ થઈ છે. છેલ્લા બે દિવસમાં 61 ગાડીની આવક જોવા મળી છે. સરેરાશ ભાવ 1100 થી 1534 રૂપિયા જોવા મળી રહ્યા છે. ક્મોમસી વરસાદ પડતા સીઝન થોડી મોડી શરૂ થઇ છે.
કમોસમી વરસાદ બાદ ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની ધીમી ધીમે આવકો થઈ રહી છે. છેલ્લા બે દિવસમાં મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી 61 ગાડીની આવક થઈ રહી છે. શુક્રવારે 37 ગાડીની આવક થવા પામી હતી. જ્યારે શનિવારે 24 ગાડીની આવક થવા પામી હતી. બજારમાં કપાસના સરેરાશ ભાવ રૂ 1100 થી 1534 પ્રતિ મણ આસપાસના જોવા મળ્યા હતા. તાજેતરમાં પડેલ ક્મોમસી વરસાદને કારણે કપાસની આવક થોડી ધીમી ધારે થઈ રહી છે. આગામી દીવસોમાં હજુ પણ આવક વધે તેવી સંભાવના રહેલી છે કપાસની 61 ગાડી આવકને કારણે ઉનાવા ગંજબજારમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે.

