મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

નાયબ કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ સામે અપ્રમાણસર મિલકત મળી આવતા ACB માં ગુનો દાખલ

વિસનગરના નાયબ કાર્યપાલક ઈજનેર એસીબીના સકંજામાં

મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી એન્ટિકરપ્શન બ્યૂરોની તપાસના અંતે, માર્ગ અને મકાન વિભાગના એક ઉચ્ચ અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિસનગર માર્ગ અને મકાન વિભાગના  નાયબ કાર્યપાલક ઈજનેર અને હાલમાં મહેસાણા માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા દિલીપકુમાર રતિલાલ પટેલ સામે એસીબીએ અપ્રમાણસર મિલકત નો ગુનો દાખલ કર્યો છે.

એસીબી દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત તપાસમાં જાણવા મળ્યું છે કે દિલીપકુમાર પટેલ પાસે તેમની આવકના કાયદેસર સ્ત્રોત કરતાં રૂપિયા 37,05,517 (સડત્રીસ લાખ, પાંચ હજાર, પાંચસો સત્તર) ની અપ્રમાણસર મિલકત છે. લાંબા સમયથી આ અધિકારીની મિલકતો અને આવકના સ્ત્રોત અંગે એસીબી દ્વારા ગુપ્ત તપાસ ચલાવવામાં આવી રહી હતી, જેના પરિણામે આ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધના આ પગલાથી અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણા માર્ગ અને મકાન વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જેવી મહત્ત્વની જવાબદારી સંભાળતા અધિકારી સામે કાર્યવાહી થતાં રાજ્યભરમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવકના કાયદેસરના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ ધરાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ડી.આર.પટેલની 31 ડિસેમ્બર 2022 સુધીના સમયગાળાની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસે કુલ ર્37,05,517 (સતત્રીસ લાખ પાંચ હજાર પાંચસો સત્તર રૂપિયા) ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે અંગેની ફરિયાદ મહેસાણા ACB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડા દ્વારા નોંધાવવામાં આવી છે. ACB એ હવે આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અને મકાન વિભાગના કર્મચારીએ ACBમાં

સહકર્મચારી સામે ફરિયાદ નોંધાવી માર્ગ અને મકાન વિભાગના કર્મચારી એ ACB માં અરજી કરતા તપાસ બાદ આ ગુન્હો નોંધાયો છે. આ ફરિયાદ મહેસાણા ACB માં નોંધાઈ છે. તપાસ દરમિયાન અત્યાર સુધીની આવક અને ખર્ચની તપાસ કરવામાં આવી છે. આવક કરતા ખર્ચ વધારે જોવા મળતા ફરિયાદ નોંધાઈ છે. આર.એડ.બીના ડિપાર્ટમેન્ટના જ એક કર્મચારીએ ACBમાં આ અધિકારી સામે અરજી કરતા તપાસમાં મોટા પાયે અપ્રમાણસરની મિલકત મળી આવી હોય તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *