ડીસા તાલુકાની સરયુનગર ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી ઉપ સરપંચની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. આ ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સરખા મત પડતાં ટાઈ થઈ હતી, જેના કારણે વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. એક નાની બાળકી દ્વારા ખોલવામાં આવેલી ચિઠ્ઠીમાં દીપાબેન સુરેશભાઈ વિજેતા જાહેર થયા હતા.
જો કે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અન્ય સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આ અંગે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને પગલે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી રજૂ કરવામાં આવી હતી. રજૂઆત કરવા આવેલ સભ્યો અને ગ્રામજનોને આ વીડિયો બતાવવામાં આવતાં, તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. અને વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

