ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે દેશને બંધારણની ભેંટ આપી છે. ત્યારે ભારતના સંવિધાનની 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા “સંવિધાન ગૌરવ દિવસ”ની ઉજવણી કરાઈ હતી.
1949માં ડો.આંબેડકરે ભારતનું સંવિધાન લેખિત સ્વરૂપે સુપ્રત કર્યું હતું. ત્યારે સંવિધાનના 75 વર્ષ ટાણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે 26 મી નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કર્યું છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિન ની ઉજવણી કરાઈ હતી. જેના ભાગરૂપે ડો.આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી સંવિધાનનું પૂજન કરી યાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં ડો.આંબેડકર હોલ ખાતે જાહેર સભા યોજાઈ હતી. આ પ્રસંગે દલિત અગ્રણીઓ કોંગ્રેસ પર ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
તેઓએ છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસે ડો. આંબેડકર કે સંવિધાનને યાદ કરી કોઈ કાર્યક્રમ કર્યા ન હોવાનું શહેર કોટડાના પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કેવડિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.