આઉટ ઓફ સ્ટેટમાં કેફી પદાર્થમાં પકડાયેલા બે યુવકો સાથે સરહદી વાવ થરાદ પંથકના ઝુઝારું નેતાનું કનેકશન

આઉટ ઓફ સ્ટેટમાં કેફી પદાર્થમાં પકડાયેલા બે યુવકો સાથે સરહદી વાવ થરાદ પંથકના ઝુઝારું નેતાનું કનેકશન

નેતાની બહારની પોલીસ મારફત ધરપકડ થતાં ચર્ચાનો વિષય બન્યો; ગતરોજ આઉટ ઓફ સ્ટેટના કોઈ એક રાજ્યમાં કેફી પ્રદાર્થનું વેચાણ કરતા બે યુવકો પોલીસના રંગે હાથે ઝડપાઇ જતાં પોલીસે બે યુવકો ની ધરપક્કડ કરી રિમાન્ડ દરમિયાન આ યુવકો એ સરહદી વાવ થરાદ પંથકના એક ઝુઝારું બળિયા નેતા નું નામ આપતા બહારના રાજ્યની પોલીસે આ નેતાની ધરપક્ડ કરી પૂછ પરછ માટે બહારના રાજ્યમાં લઇ જતા રાજકીય નેતાઓની દોડધામ વધી ગઈ છે.. જોકે લોક મુખે થતી ચર્ચા અનુસાર આ બને યુવકો આ કેફી પ્રદાર્થ નું આ રાજકીય નેતા મારફત વેચાણ કરતાં હોવાનું તેમજ તેમની વોટ્સઉપ કોલ ડિટેલ્સમાં આ નેતાજી સાથે વધુ ઘરોબો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. .હવે જોવાનું એ રહ્યું કે આ નેતાજી ને ગુજરાતના નેતા ઓ બચાવી લેશે? કે પછી આ સરહદી વાવ પંથકના બોલકા ઝુઝારું નેતાને રાજસ્થાનની જેલની હવા ખાવી પડશે? જેવી અનેક ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે. સત્ય શુ છે એ તો બહાર આવશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *