બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કાર્યક્રમમાં વડાપ્રધાનના સ્વર્ગીય માતાના સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા પણ ગુરુ નાનક ચોકમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય…હાયના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

