15 માર્ચ થી સરહદી વાવ અને સુઇગામ પંથક ની કેનાલો નર્મદા નું પાણી બંધ થઈ જતાં આ વિસ્તાર માં હજારો હેકટર જમીન માં ઉભેલો પાક મુરઝાઈ રહ્યો છે. ત્યારે વાવ ના ધારા સભ્ય તેમજ બ.કાં સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ને રજુઆત કરવા છતાં પાણી ન છોડતા કિસાન સંઘે ભૂખ હડતાલની ચીમકી પણ ઉચારી સરપંચ યુનિયને પણ રજુઆત કરવા છતાં પાણી ન છોડતાં ગતરોજ ન છૂટકે કંટાળી વાવ સુઇગામ પંથકના ખેડૂતો તેમજ કૉંગ્રેસ અગ્રણી મિત્રો એ સાથે મળી વાવ તાલુકાની મુખ્ય બ્રાન્ચ માલસણ ના વાવડી ત્રણ રસ્તા પર બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ યોજી રાજ્ય સરકારને પ્રભુ સદબુદ્ધિ આપે અને પશુ ઓ તેમજ ખેડૂતોની માંગને ધ્યાન માં લે..

- April 13, 2025
0
178
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next