પાટણ પાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોગ્રેસની ખાડાઓમાં ખાટલા બેઠક

પાટણ પાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોગ્રેસની ખાડાઓમાં ખાટલા બેઠક

પાટણ શહેરમાં બે ઇંચ જેટલો જ વરસાદ થયો છે છતાં શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. નગરપાલિકાના સત્તાધીશોને કુભકર્ણની નિદ્રામાંથી જગાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર ૭ માં આવેલ જળચોક-સરદાર બાગ આગળ પડેલ ખાડાઓમાં આજે સવારે ખાટલા બેઠક કરી પાલિકાને ઢંઢોળવાનો અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોગ્રેસે આ કાર્યક્રમમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધિશો નગરપાલિકા અને સરકારી વહીવટી તંત્રને સાથે રાખી રોડ-રસ્તાનું રીપેરીંગ સહિત ગંદકી હટાવવાનું કામ, ઉભરાતી ભૂગર્ભ ગટર બંધ કરવાનું કામ,દવાનો છંટકાવ કરવાનું કામ નેતાઓ આગળ સારા લાગવા માટે યુદ્ધના ધોરણે કરાવવામાં આવે છે.

ત્યારે પાલિકામાં શહેરની જનતા ડબલ ટેક્સ ભરે છે તો પણ આ ફોટો શેસનમા માનવા વાળી પાટણ નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ,ગંદકી જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવા જવાબદારી નિભાવવા અસમર્થ બન્યા છે. આ કાર્યક્રમની વિસ્તારના લોકો સહિત પાટણના પ્રબુધ્ધ નગરજનોએ પણ સમર્થન આપી શહેરીજનોની મુશ્કેલીઓ દુર કરવા સુર પુરાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *