આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર સાથે રોષ વ્યક્ત કરી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી; કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ અને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સહિત એનએસયુઆઈ ના કાર્યકરો,આગેવાનોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ ભારતીયોના મોત બદલ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર કરી હુમલો કરનાર આતંકવાદીઓ સામે રોષ પ્રગટ કરી આતંકવાદીઓના અમાનુષ્ય હુમલાને સખત શબ્દોમાં વખોડી મૃતાંત્માઓની આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.