ઊંઝા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર
ડો.ભીમરાવ આંબેડકરની સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરતા ભારતના ગૃહમંત્રી અમિત શાહે બંધારણ અને બાબાસાહેબ આંબેડકરનું જાહેર અપમાન કર્યું છે. જેનો વિરોધ વ્યક્ત કરી આજે ઊંઝા શહેર તાલુકા કૉગ્રેસ સમિતિ દ્વારા ઊંઝા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ કરી ભારતના ગૃહ મંત્રી એ બાબાસાહેબ આંબેડકર નું જાહેર અપમાન કર્યું છે. બંધારણ નું અપમાન કર્યું છે. અને ભારતીય સંસદનું પણ અપમાન કર્યું છે.દેશમા આક્રોશ ફેલાયો છે,ભય ઉભો થયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં અસંવૈધાનિક શબ્દ પ્રયોગ વિરુધ રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની સામે પોલીસ કાર્યવાહી કરી છે. તે પણ ગેરકાનૂની છે. તો ફરીયાદ રદ્ કરવામાં આવે અને ગ્રુહ મંત્રી અમિતભાઈ શાહ રાજીનામું આપે તેવી માગણી સાથે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ઊંઝા તાલુકા કૉગ્રેસ સમિતિ પ્રમુખ ડી.ટી.ઝાલા, નટુજી ઠાકોર, આર.એલ.પરમાર ઐઠોર, સુમીર સક્સેના ઉનાવા સહિત કૉંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા.