રજાના દિવસે કોમ્યુટર ઓપરેટ તાલુકા પંચાયત કચેરીના રૂમમાં આપઘાત કર્યો; દાંતીવાડા તાલુકા પંચાયતના કોમ્યુટર ઓપરેટરે કચેરીમાં રજાના દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટના સ્થળે પહોચેલી સ્થાનિક પોલીસે પરિવારની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે કોમ્પ્યુટર ઓપરેટરે આત્મહત્યા કેમ કરી તેનો ખુલાસો થયો નથી. આ ઘટનાને પગલે પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા.
દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ચોડુંગરી ગામના જયેશ ઠાકરનો મૃતદેહ રવિવારના તાલુકા પંચાયતના કોમ્પ્યુટર રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે કોમ્યુટર ઓપરેટ જયેશ ઠાકર શનિવારના ઘરેથી ગાયબ હતા. જેમની શોધખોળ આદરતા રવિવારના તાલુકા પંચાયત કચેરીએ તપાસ કરતા તેમની કાળા કલરની ઈકો સ્પોર્ટ કાર કચેરીના બહાર પાર્ક કરેલ હતી.જે બાદ કચેરીના અંદર પહોંચી તપાસ કરતા જયેશ ઠાકર કોમ્યુટર રૂમમાં પંખા સાથે રૂમાલ વડે આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવાર અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફની હાજરીમાં જયેશ ઠાકરના મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે દાંતીવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જોકે કોમ્યુટર ઓપરેટ જયેશ ઠાકરને એવું તો શું દુઃખ પડ્યું કે તેણે રજાના દિવસે તાલુકા પંચાયત કચેરીના કોમ્યુટર રૂમમાં પંખે લટકી આત્મહત્યા કરવી પડી .જેથી આત્મહત્યાનું રહસ્ય અંકબંધ છે.