સહકર્મચારી ને છુટો કરી દેવાની ધમકી આપી તેની પત્ની સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ
સરસ્વતી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા; પાટણમાં જેટકોના નાયબ કાર્યપાલક ઇજનેર દ્રારા કર્મચારીની નોકરી માંથી છુટા કરી દેવાની ધમકી આપી ને તે કમૅચારીની પત્નિને અલગ અલગ જગ્યાએ પોતાની ગાડીમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કમૅચારીની પિડીત પત્નીએ સરસ્વતી પોલીસ મથકે નોંધાવતા સનસનાટી મચી જવા પામી છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના વેલોડા ખાતે આવેલા જેટકો 400 કેવી સબ સ્ટેશનમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ એમ.પટેલ સામે મહિલાએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. જેમાં તેણીએ જણાવ્યું છે કે જેટકો માં ફરજ બજાવતા નાયબ કાર્ય પાલક ઇજનેર પરેશ ભાઈએ પોતાના સહકર્મચારીની પત્નિ કે જે અનુસૂચિત જનજાતિની છે, તેની સાથે મોબાઈલ પર વારંવાર વાતચીત કરતા હતા. તેમણે મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી અઢી મહિના પહેલા આરોપીએ પીડિતાને મેલુસણથી પોતાની ગાડીમાં બેસાડી પાટણ-સિદ્ધપુર ચોકડી પાસે આવેલી એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં બે વખત તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં તા. 12 મે, 2025ના રોજ ફરી એકવાર પીડિતાને પાટણથી પોતાની ગાડીમાં બેસાડી ખેરાલુ પાસે હાઈવે રોડ પર આવેલી એક હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે પીડિતાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં જેટકો માં ફરજ બજાવતા નાયબ કાર્ય પાલક ઇજનેર પરેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જેટકો કંપનીમાં નાયબ કાર્ય પાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા પરેશ પટેલ સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ ને લઈ ચકચાર મચી જવા પામી છે.

