ડીસા તીનબત્તી વિસ્તારમાં રીક્ષામાં તોડફોડ કરાતાં કોંગ્રેસના સભ્ય સહિત 4 સામે ફરીયાદ

ડીસા તીનબત્તી વિસ્તારમાં રીક્ષામાં તોડફોડ કરાતાં કોંગ્રેસના સભ્ય સહિત 4 સામે ફરીયાદ

ડીસા વોર્ડ નં. 9 ના તીનબતી વિસ્તારમાં આવેલ નુરાની પાર્ક સોસાયટીમાં રહેતા નાસીરખાન અહેમદભાઈ મકરાણી પોતાના ઘરે હાજર હતાં. તે દરમિયાન રાત્રિના સમયે 4 જેટલા લોકો આવી વસીમને કેમ ‌માર્યો ? તેમ કહી ઉગ્ર બોલાચાલી થતાં ભુંડી ગાળો બોલી ઘરની બહાર પડેલ રીક્ષામાં તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ઘમકી આપતા ફરીયાદીએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં સફદર ફેજાન અનુ અને વોર્ડ નં. 9 ની પેટાચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના સભ્ય ઈમરાનભાઈ કોર્પોરેટર સામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં પામી છે જેને લઇને સમગ્ર વોર્ડ નં. 9 ના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

subscriber

Related Articles