બનાસકાંઠામાં કપલ બોક્ષના દુષણ સામે કલેક્ટરનું જાહેરનામું; ભંગ કરનાર સામે થશે ફરિયાદ

બનાસકાંઠામાં કપલ બોક્ષના દુષણ સામે કલેક્ટરનું જાહેરનામું; ભંગ કરનાર સામે થશે ફરિયાદ

પાલનપુરમાં કપલ બોક્ષમાં રેપ સહિતની અસામાજિક પ્રવૃતિ ઓનો થઈ ચૂક્યો છે પર્દાફાશ

બનાસકાંઠા જિલ્લામાં કોફી શોપ, પાર્લરો, હોટલો અને કાફેની આડ માં કપલ બોક્ષનું દુષણ ધમધમી રહ્યું હોવાની રાવ ઉઠી છે. અગાઉ પાલનપુર બસપોર્ટમાં કાફેની આડ માં ચાલતા કપલ બોક્ષમાં રેપ સહિતની અસામાજિક પ્રવૃતિઓ નો પર્દાફાશ થઈ ચૂક્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટરે કપલ બોક્ષના દુષણ સામે જાહેરનામું બહાર પાડી તેનો ચુસ્ત અમલ કરવાની તાકીદ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ તથા એસ.ટી.બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર હોટલ, કોફી શોપ, રેસ્ટોરન્ટ અને કાફેની આડમાં કપલ બોક્ષ ધમધમતા હતા. જેમાં કોઈ જોઈ ન શકે તેવું એકાંત પૂરું પાડતાં કપલ બોક્ષમાં અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોવાની બુમરાણ મચી હતી. જેમાં અશ્લિલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. આવા કપલ બોક્ષને કારણે રેપ, મૃત્યુ અને બ્લેકમેલિંગ જેવી કિસ્સાઓ બનતા હોવાની સાથે તેનો ભોગ નાની વયના યુવક યુવતીઓ બનતા હોવાનો રિપોર્ટ ખુદ જિલ્લા પોલીસ વડાએ આપ્યો હતો. જેથી પોલીસ વડા ના અહેવાલને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, કોફી શોપ કે કાફેની આડમાં ચાલતા કપલ બોક્ષ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામાંના ભંગ બદલ થશે ફરિયાદ; કલેકટરના જાહેરનામાં મુજબ હવે કપલ બોક્ષ પર પ્રતિબંધ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ, કાફેમાં જોઈ શકાય તેવી બેઠક વ્યવસ્થા કરવાની સાથે સીસી ટીવી લગાવવાની તાકીદ કરાઈ છે. આ જાહેરનામું 10 મેં’થી 30 જૂન સુધી અમલમાં રહેશે અને જાહેરનામાંનો ભંગ કરનાર સામે ફરિયાદ કરવામાં આવશે. જોકે, કલેકટરના જાહેરનામાંનો કેટલો ચુસ્ત અમલ થાય છે તે તો જોવું રહ્યું..!

પાલનપુરમાં કપલ બોક્ષનું દુષણ દૂર થશે ખરું; પાલનપુરમાં ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર હોટલ, રેસ્ટોરન્ટ કે કાફેની આડમાં કપલ બોક્ષ ધમધમતા હોવાની રાવ ઉઠી હતી. અગાઉ પોલીસની રેડ દરમિયાન કાફેના કપલ બોક્ષમાં બેઠેલી બે કોલેજીયન યુવતીઓએ બારીમાં થી મોતની છલાંગ લગાવી હતી. તો વળી એક કોલેજીયન યુવતી પર દુષ્કર્મ પણ આચરાયું હોવાની ફરિયાદ થઈ ચૂકી છે. ત્યારે કપલ બોક્ષ શાળા-કોલેજના ટીનેજર યુવાઓ માટે એકાંત માણવાનું કેન્દ્ર બન્યું હતું. જેને લઈને વાલીઓ પણ ચિંતિત બન્યા હતા. ત્યારે જિલ્લા પોલીસવડા ના ધ્યાને આવતા તેઓના અહેવાલને આધારે જિલ્લા કલેકટરે કપલ બોક્ષ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, અત્યાર સુધી કાફે સામે આંખ આડા કાન કરનારી પોલીસ જાહેરનામાંનો કેટલો કડક અમલ કરાવશે તેને લઈને પણ ચર્ચાઓ જાગી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *