કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૮ અને ૧૯૬૨ સેવાઓની સમીક્ષા બેઠક

કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૮ અને ૧૯૬૨ સેવાઓની સમીક્ષા બેઠક

તાત્કાલિક પ્રતિસાદ અને સમર્પિત સેવાઓની પ્રશંસા; બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા, ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન, દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને ખિલખિલાટ સેવાની સમીક્ષા કરાઈ હતી.

જેમાં ૧૦૮ ઇમરજન્સી સેવાના રિસ્પોન્સ ટાઈમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટરએ ૧૦૮ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ૧૦૮ સેવા બનાસકાંઠાના છેવાડાના માનવી સુધી એવરેજ ૧૪.૩૪ મિનિટમાં સેવા આપીને શ્રેષ્ઠ કાર્ય કરે છે. અબોલ પશુઓની સારવાર માટે ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન જે પાલનપુર શહેરમાં પાલનપુર ખાતે બિનવારસી પશુઓની તેમજ બનાસકાંઠાના દરેક તાલુકામાં વેટનરી ડૉકટર સાથેની ટીમ ગામે-ગામ જઈને બિનવારસી તેમજ માલિકીના પશુઓની વિના મૂલ્યે સારવાર આપે છે. ૧૯૬૨ની ટીમ દ્વારા પશુપાલકોને ઘરે બેઠા સારવાર આપે છે તેની ઉત્કૃષ્ટ કામગીરીની જિલ્લા કલેકટર દ્વારા નોંધ લેવામાં આવી હતી.

બનાસકાંઠામાં એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૧૦૮ સેવા દ્વારા કુલ ૨૮૧૩ ઈમરજન્સી કોલ રિસિવ કરીને સેવા આપી હતી. સમયસર સેવા મળતા કુલ ૨૬૪ લોકોની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. જિલ્લામાં કુલ ૩૧ એમ્બ્યુલન્સ દ્વારા સેવા અપાય છે જેનો રિસ્પોન્સ ટાઈમ એવરેજ ૧૪.૩૪ મિનિટ છે. જિલ્લામાં એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન સેવા દ્વારા ૫૨૧૯ ઈમરજન્સી કેસ નોંધવા મળ્યા હતા. જેમાં ૭૦૪ કેસ સર્જિકલ હતા. જિલ્લામાં ૧૯૬૨ હેલ્પ લાઇનની કુલ ૨૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ બેઠકમાં ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી, મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ નિખિલ પટેલ તેમજ ૧૯૬૨ સેવાના પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટર અરવિંદ જોશી હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *