પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

પ્રાયોગિક ધોરણે ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું; પાલનપુરમાં એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. ભારે વાહનો મોટા પ્રમાણમાં પસાર થતા હોવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. જેથી લોકો ટ્રાફિક સમસ્યાથી હેરાન પરેશાન રહે છે. આગામી 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. ત્યારે પરિક્ષાર્થીઓ ટ્રાફિક જામનો ભોગ ન બને તે હેતુથી જિલ્લા કલેકટરે પાલનપુર એરોમાં સર્કલ તેમજ આબુ હાઇવે હનુમાન ટેકરી સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આગામી 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાં ને લઈને આગામી બોર્ડની પરીક્ષા આપવા જતા વિધાર્થીને અને વાલીઓને પણ પાલનપુર હાઈવેની ટ્રાફિક જામની ચિંતા નહિ રહે, તેમજ સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચી શકશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

ભારે વાહનોને ક્યાં ડાયવર્ઝન અપાયું? આબુરોડથી આવતા અને ડીસા તરફ જતા વાહનોને ચિત્રાસણી થી ડાયવર્ઝન આપી વાઘરોલ ચોકડીથી ચંડીસર થઈને ડીસા જવાનું રહેશે. જયારે રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડીથી રતનપુર- જગાણા થઈને અમદાવાદ જવાનું રહેશે.

પાલિકાના પૂર્વ પ્રમુખની રજુઆત રંગ લાવી; પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ જાતે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ હંગામી ઉકેલ તરીકે ભારે વાહનોને ડાયવર્ઝન આપવા નો કારગત ઉપાય સુચવ્યો હતો. તેઓએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆત બાદ જિલ્લા કલેકટર મિહિર પટેલે પણ ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે ડાયવર્ઝનવાળા રોડનું સ્થળ નિરીક્ષણ કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જોકે, જાહેરનામાંનો કડક અને અસરકારક અમલ થશે તો ટ્રાફિકની સમસ્યામાં આંશિક રાહત મળશે તેવો આશાવાદ ટ્રાફિક સમસ્યા માટે લડત આપનાર સામાજિક કાર્યકર રવિ સોનીએ સેવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *