મહેસાણા જિલ્લામાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પરીક્ષાઓનો આજથી પ્રારંભ થતા જે.એમ ચૌધરી સાર્વજનિક સ્કુલ, મહેસાણા ખાતે જિલ્લાપંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ મયંકભાઈ નાયક, કલેક્ટર એસ.કે.પ્રજાપતિ સ્કુલના માનદ મંત્રી મિલનભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી બીપીન ભાઈ પટેલ, સાર્વજનિક સહિતનાં અધિકારીઓએ પરીક્ષાર્થીઓને તિલક કરી સાકર અને ગુલાબ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે કુલ ૪૬૨૫૪ વિદ્યાર્થીઓ ૧૮૫ શાળા કેન્દ્રોમાં પરીક્ષા આપશે. આમાં ધોરણ ૧૦ના ૨૯૩૧૯ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૩૩૨૫ અને વિજ્ઞાન પ્રવાહના ૩૬૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એમ જિલ્લા શિક્ષણાધિકારી બીપીનભાઈ પટેલે જણાવેલ છે.

- February 27, 2025
0
48
Less than a minute
You can share this post!
editor