પાટણ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા કલેકટરની અપીલ

પાટણ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા કલેકટરની અપીલ

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

પાણી પુરવઠા યોજના હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી; જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સોમવારે કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં કલેકટર તુષાર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલવારી હેઠળની યોજનાઓ અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સુચન કર્યા હતાં. વધુમાં કલેકટરે જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. ઉનાળામાં પાણીની કોઈ ફરિયાદ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરવા અને ગેરકાયદેસર પાણીના કનેક્શન બાબતે સખત પગલાં લેવા તાકીદ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *