પાછોતરા વાવેતર કરેલા ખેતીના પાકો માટે ઠંડી ખૂબ જ અનુકૂળ : ખેડૂત વર્ગ
આ વર્ષે શિયાળો લંબાવવાની શક્યતાઓ રહેલી છે : હવામાન નિષ્ણાતો સામાન્ય રીતે ઉતરાયણ બાદ બનાસકાંઠા જિલ્લામાં ઠંડીમાં ક્રમશ ઘટાડો થતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સતત શિયાળાની ઋતુ દરમિયાન વાતાવરણમાં અવારનવાર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડી નું પ્રમાણ જોવાં મળી રહ્યુ છે રાત્રી દરમિયાન કડકડતી ઠંડીની અસર થી જનજીવન પણ ભારે પ્રભાવિત થઈ રહ્યું છે કડકડતી ઠંડીના કારણે સાંજ પડતા જ ગ્રામીણ વિસ્તારો ના લોકો ઘરમાં પુરાઇ જાય છે.
ત્યારે હજુ આગામી કેટલાક દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન કાતિલ ઠંડી અનુભવાશે રાજ્યમાં અત્યારે સૌથી વધુ ઠંડીનો પ્રભાવ બનાસકાંઠા જિલ્લામાં જોવાં મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી શીત લહેરના કારણે ડીસા નો ઠંડીએ છેલ્લા કેટલાક દિવસોનો રેકોર્ડ પણ તોડ્યો છે જેના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે જોકે કડકડતી ઠંડીના કારણે પાછોતરા વાવેતર કરેલ પાકોને પણ ફાયદો થવાની ખેડૂતોએ આશા રહેલી છે પરંતુ ઠંડીના પ્રભાવને લઇ લોકો ની પરેશાની વધી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી લઘુતમ તાપમાન નો પારો ૧૦ ડિગ્રી આસપાસ નોંધાયો: જિલ્લામાં આ વર્ષે શિયાળુ ઋતુમાં છેલ્લા કેટલાક દિવસોથી જાન્યુઆરી મહિનામાં સતત ૧૦ થી ૧૧ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નો પારો યથાવત જોવા મળી રહ્યો છે જેનાં કારણે લોકોને કડકડતી ઠંડીના અનુભવ સાથે દૈનિક જીવનશૈલી માં વ્યાપક અસર જોવા મળી રહી છે.