હાલમાં વાતાવરણમાં એકા એક પલટો જોવા મળી રહ્યો છે બે દિવસ અગાઉ અચાનક દિવસ ભર ગરમી અને સામાન્ય બફારો અનુભવાઈ રહ્યો હતો લોકોએ લોકોને દિવસ અને રાત્રે પંખાની જરૂર અનુભાઈ હતી જ્યારે એ બે દિવસ બાદ અચાનકજ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ એકદમ ઠંડુ અને કોલ્ડ વેવ અનુભાઈ રહી છે બેઠી ઠંડી અને દિવસ ભર વાદળ છાયું વાતવરણ વચ્ચે લોકો મૂંઝવણમા મૂકાઈ રહ્યા છે જેની બીજી સામાન્ય અસર બજારોમાં પણ જોવા મળી રહી છે. જેમાં લોકો ઠડું અને ગરમ બન્નેમાથી શું ખાવું એપણ મુઝવણ બની રહી છે. વાદળ છાયા વાતવરણ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટી રહ્યા છે. કે જો માવઠું થાય તો ઘઉં રાયડો જીરું વરિયાળી સહિતના પાકો બગડવાની ભીતિ સેવાઇ રહી છે વળી ઠંડીથી બચવા માટે લોકો તાપણાંનો સહારો લઇ રહ્યા છે.

- January 29, 2025
0
75
Less than a minute
You can share this post!
editor