ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ પ્રાથમિક કન્યા પ્રાથમિક શાળા ખાતે સ્વ. હરગોવિંદદાસ ચતુરદાસ પટેલની 25 મી પુણ્યતિથિએ આજે પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીના સિક્કાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 264 દીકરીઓને ચાંદીના સિક્કાઓ સાથે સાથે ૫૦ રૂપિયાનું કવર વિતરણ કરાયું હતું.
ઉનાવા ગામે પ્રાથમિક કન્યા શાળાની દીકરીઓને ભેટ સ્વરૂપે ચાંદીના સિક્કાઓનું વિતરણ કાર્યકમ યોજાયો હતો. પ્રાથમિક કન્યા શાળા ખાતે 25 મી પુણ્યતિથિએ કાર્યકમ યોજાયો હતો. જેમાં ઇનામ વિતરણ સહિતના કાર્યકમો યોજાયા હતા. કુલ 264 જેટલી દીકરીઓને ચાંદીના સિક્કાઓ અને ૫૦ રૂપિયાનું કવર દાતા પટેલ મણિલાલ હરગોવિંદદાસ, પટેલ અમરતભાઈ હરગોવિંદદાસ, પટેલ રમેશભાઈ હરગોવિંદદાસ સહિત પરિવારજનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અને દાતા રાકેશભાઈ પટેલ દ્વારા 100 રૂપિયાનું કવર દરેક દીકરીઓને આપવામાં આવ્યું હતું
આ કાર્યકમમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી પૂર્વ ચેરમેન જયેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલ, દાતા પટેલ મણિલાલ હરગોવિંદદાસ, પટેલ અમરતભાઈ હરગોવિંદદાસ, પટેલ રમેશભાઈ હરગોવિંદદાસ સહિત પરિવારજનો, વિધાર્થીનીઓ તેમના વાલીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

