દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવવાના છે. સૂત્રોએ સીએમ યોગીના વિધાનસભા ચૂંટણી પ્રચાર માટેનું શેડ્યૂલ પણ શેર કર્યું છે. મળતી માહિતી મુજબ સીએમ યોગીની સભાઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સીએમ યોગી 14 જનસભાઓ કરશે
સૂત્રોને ટાંકીને સમાચાર સામે આવ્યા છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ યોજના મુજબ દિલ્હીમાં 14 જાહેર સભાઓને સંબોધશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. માહિતી મળી છે કે સીએમ યોગી 23 જાન્યુઆરીએ 3 મીટિંગ, 28 જાન્યુઆરીએ 4 મીટિંગ, 30 જાન્યુઆરીએ 4 મીટિંગ અને 1 ફેબ્રુઆરીએ 3 મીટિંગ કરશે.
સીએમ યોગીનું ફોકસ આ ક્ષેત્રો પર રહેશે
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હી ક્ષેત્રમાં જાહેર સભાઓ કરશે. સીએમ યોગી દિલ્હીના મુસ્લિમ બહુલ વિસ્તારોની મુલાકાત લેશે. તેમની આ જાહેર સભાઓ ખાસ કરીને મુસ્લિમ બેઠકો પર યોજાશે. આમાંના ઘણા એવા વિસ્તારો પણ હશે જ્યાંથી દિલ્હી રમખાણો શરૂ થયા હતા.