તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી અને ટોલીવુડ ઉદ્યોગના નિર્દેશકો, નિર્માતાઓ અને કલાકારો વચ્ચે 26 ડિસેમ્બરે હૈદરાબાદના બંજારા હિલ્સમાં તેલંગણા રાજ્ય પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. સંધ્યા થિયેટર નાસભાગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, સીએમ રેડ્ડીએ ટોલીવુડ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ફિલ્મ નિર્માતા સુરેશ બેબી, કેએલ નારાયણ, દામોધર, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ, સુધાકર રેડ્ડી, ફિલ્મ દિગ્દર્શકો કોર્ટલા સિવા, અનિલ રવિપુડી, કે રાઘવેન્દ્ર રાવ, પ્રશાંત વર્મા, નાગાર્જુન, શિવા બાલાજી અને વેંકટેશ તેલંગાણાના મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા.
‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ બાદ અલ્લુ અર્જુન ચર્ચામાં છે. હવે અલ્લુ અર્જુન સિવાય પણ ઘણા મોટા નામો સીએમ રેવંતને મળ્યા અને આ બાબતે વાત કરી. ટોલીવુડ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના પ્રમુખ દિલ રાજુ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન નાગાર્જુન, વરુણ તેજ, સાંઈ ધરમ તેજ, કલ્યાણ રામ, શિવ બાલાજી, અદાવી શેષ અને નીતિન જેવા સ્ટાર્સ પણ હાજર હતા. કોરાતલા સિવા, અનિલ રવિપુડી, સાઈ રાજેશ સહિતના દિગ્દર્શકો અને સુરેશ બાબુ, દામોધર, અલ્લુ અરવિંદ, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ જેવા નિર્માતાઓએ પણ આ ખાસ બેઠકમાં હાજરી આપી હતી.