આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરાશે

અમદાવાદ શહેરના મધ્યમાંથી રહેલી સાબરમતી નદીને કાલે 14 મેથી સાફ કરવાની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ છે, જેથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવશે. નદીમાં રહેલો કચરો અને કાપ વગેરે દૂર કરવામાં આવશે.

જોકે સફાઈ અંગે હજી સુધી કોઈ ભાજપના પદાધિકારીઓ કે કઈ સંસ્થા જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. સાબરમતી નદીનો પાંચ કિલોમીટરથી વધુનો ભાગ ખાલી થશે. સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ સાથે મળી અને જન ભાગીદારી સાથે સફાઈ કામગીરી 14 મેના રોજ શરૂ કરવામાં આવશે. સુભાષબ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજી પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે, ત્યારબાદ તબક્કાવાર ત્યાં સફાઈ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *