એચએસસી સામાન્ય અને એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે -બે ઝોનમાં લેવાશે
ધો.10 માં 49,805 અને ધો.12 માં 30,000 વિદ્યાર્થીઓના ભાગ્યની કસોટી: કારકિર્દી માટે મહત્વપૂર્ણ ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અગામી 27 ફેબ્રુઆરીથી શરુ થવાની છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાનું સમય પત્રક અને વિષયવાર બિલ્ડિંગ મુજબ પરીક્ષા કેન્દ્રો ખાતેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધો.10 ની પરીક્ષા પાંચ ઝોનમાં તેમજ ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બે બે ઝોનમાં લેવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં બે ઝોનના 40 કેન્દ્રોની 82 બિલ્ડિંગના 809 બ્લોકમાં ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં 24033 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે બીજા ઝોનના 7 કેન્દ્રોના 23 બિલ્ડિંગના 274 બ્લોકમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં 5330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે પાંચ ઝોનના 66 કેન્દ્રની 184 બિલ્ડિંગના 1789 બ્લોકમાં ધો.10 એસએસસી બોર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 49805 વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપશે. જોકે ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને પારદર્શક રીતે યોજાય તેમજ વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે; બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.27 ફેબ્રુઆરી થી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. જેમાં ગેરરીતિ રોકવા માટે દરેક બ્લોકમા સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ તેમજ પોલીસના સધન બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, સ્માર્ટ વોચ જેવા ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.