બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ ૦૮ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમથક પાલનપુર રહેશે. જેમાં પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા,અમીરગઢ, અને ડીસા મળીને કુલ ૦૬ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. સરકારની ઉકત જાહેરાત સબંધે બનાસકાંઠા જિલ્લાની ગામ/તાલુકાની જાહેર જનતા રજુઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજુઆતો સંબંધિત નાયબ કલેકટરને દિન-૩, ૨ ફેબ્રુઆરી- ૨૦૨૫, રવિવાર (સાંજે ૬:૧૦ કલાક સુધી) લેખિત સ્વરૂપે મોકલી શકાશે. જેની સર્વે નાગરિકોને જાણ થવા બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

- January 30, 2025
0
132
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next