ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં દુર્ઘટના ટળી રસ્તાની વચ્ચે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેનો પાછળનો ભાગ જમીન પર ઉભેલી કાર સાથે અથડાઈ ગયો. ઉત્તરાખંડના એડીજીએ જણાવ્યું હતું કે આ ઘટના ગુપ્તકાશી વિસ્તારમાં બની હતી. જ્યારે પાઇલટને ટેકનિકલ ખામી જણાતા તેણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. પાઇલટ સહિત હેલિકોપ્ટરમાં રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને તેમને કોઈ ઈજા થઈ નથી. આ ઉપરાંત, હેલિકોપ્ટરનો પાછળનો ભાગ જે કાર સાથે અથડાયો હતો તેને નુકસાન થયું છે.
કાયદો અને વ્યવસ્થાના એડીજીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેસ્ટલ એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું અને તે સિરસીથી યાત્રાળુઓને કેદારનાથ મંદિર લઈ જઈ રહ્યું હતું. ખામીને કારણે, સાવચેતીના પગલા તરીકે હેલિકોપ્ટરને નજીકના હેલિપેડને બદલે રસ્તા પર ઉતારવું પડ્યું. “ડીજીસીએને જાણ કરવામાં આવી છે. બાકીના શટલ ઓપરેશન સમયપત્રક મુજબ સામાન્ય રીતે ચાલી રહ્યા છે.