વન વિભાગે રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યું; પાલનપુર તાલુકાની ચિત્રાસણી પ્રાથમિક શાળામાં અજગરનું બચ્ચુ દેખાતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ મેદાનમાં રમતાં હતાં. તે દરમિયાન અજગરના બચ્ચાને જોતાં જ શિક્ષકોને તેની જાણ કરી હતી.જે બનાવને લઇ શાળાના આચાર્યએ તાત્કાલિક વન વિભાગને આ અંગેની જાણ કરતાં વન વિભાગના અધિકારીઓ ટીમ સાથે તાત્કાલિક શાળા ખાતે પહોંચી ગયા હતા. અને અધિકારીઓએ સાવચેતીપૂર્વક અજગરના બચ્ચાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વન વિભાગની ટીમે સફળતાપૂર્વક અજગરના બચ્ચાને પકડી લીધું હતું. બાદમાં તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

- February 20, 2025
0
102
Less than a minute
You can share this post!
editor