અમેરિકાએ કર્યો ચીનના ઘાતક પ્લાનનો પર્દાફાશ : ભયાનક ઇરાદા : ફુસારિયમ ગ્રામિનેરિયમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં ઘાતક રોગ પેદા કરે છે, તે મોટી સંખ્યામાં પાકનો નાશ કરી શકે છે અને જો તે ખોરાક દ્વારા માણસના પેટમાં પહોંચે છે, તો લોકો પહેલા ઉલટી અને ઝાડાની ફરિયાદ કરે છે, પછી તે લીવરને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિનું મળત્યુ પણ કરી શકે છેચીન વિશ્વ બજારમાં રાજ કરવા માંગે છે દરરોજ તેના પર અન્ય દેશોની સરહદોમાં પ્રવેશ કરવાનો, તેની સરહદની બહાર નવા બાંધકામો કરવાનોઅને અન્ય દેશોને આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે અમેરિકાએ ડ્રેગનનું નવું રહસ્ય ખોલ્યું છે. યુએસ ગુપ્તચર એજન્સી FBIએ બે ચીની નાગરિકોની ધરપકડ કરી છે. જે એક પ્રકારની ફંગસ (રોગ) સાથે અમેરિકામાં પ્રવેશ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો હેતુ અમેરિકાને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો હતો.
બંને ચીની નાગરિકોની ઓળખ યુનકિંગ જિયાન (૩૩) અને ઝુન્યોંગ લિયુ (૩૪) તરીકે થઈ છે. યુએસ તપાસ એજન્સીઓએ બંને પર આ ફૂગની દાણચોરીનો આરોપ લગાવ્યો છે. FBI અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ખતરનાક ફૂગ છે, જેને ‘ખતરનાક જૈવિક રોગકારક’ની શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ વાયરસનું નામ ફયુઝેરિયમ ગ્રામિનેરમ છે.ફયુઝેરિયમ ગ્રામિનેરમ કેટલી ખતરનાક છે? : યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફયુઝેરિયમ ગ્રામિનેરમ નામની આ ફૂગ ઘઉં, જવ, મકાઈ અને ચોખામાં જીવલેણ રોગ પેદા કરી શકે છે. તે મોટી સંખ્યામાં પાકનો નાશ કરી શકે છે અને જો તે લોકોના પેટમાં પહોંચે છે, તો તે ઉલટી, ઝાડા અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડીને વ્યક્તિનું મળત્યુ પણ કરી શકે છે. યુએસ તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, યુનકિંગ અને ઝુન્યોંગ પર કાવતરું, દાણચોરી અને વિઝા છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બંને શરૂઆતની પૂછપરછમાં સહયોગ કરી રહ્યા નથી અને વારંવાર ખોટું બોલી રહ્યા છે અને પોતાના નિવેદનો બદલી રહ્યા છે.
માહિતી અનુસાર, ઝુન્યોંગ લિયુની ગર્લફ્રેન્ડ અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીની પ્રયોગશાળામાં કામ કરે છે. લિયુ ડેટ્રોઇટ એરપોર્ટથી અમેરિકામાં પ્રવેશ્યો અને તેની યોજના તેની ગર્લફ્રેન્ડની મદદથી લેબમાં ફૂગ પર કામ કરવાની હતી. વૈજ્ઞાનિકોના મતે, ફયુઝેરિયમ ગ્રામીનેરમ એક ઘાતક વાયરસ છે, તે અનાજમાં ફેલાય છે અને માનવ શરીરમાં પ્રવેશ કરે છે અને પછી લાંબા ગાળાની બીમારીનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી ડોકટરો તેનાથી પીડિત વ્યક્તિના રોગ અથવા આ વાયરસને શોધી કાઢે છે, ત્યાં સુધીમાં તે પીડિત માટે ઘાતક સાબિત થઈ શકે છે.

