ભારત માટે ચીન સૌથી મોટો પડકાર સીડીએસ અનિલ ચૌહાણનું નિવેદન

ભારત માટે ચીન સૌથી મોટો પડકાર સીડીએસ અનિલ ચૌહાણનું નિવેદન

ભારતના સુરક્ષા વાતાવરણના જટિલ સ્વરૂપ પર ભાર મૂકતા, જનરલ ચૌહાણે કહ્યું કે દેશ સાત દેશો સાથે સરહદો ધરાવે છે, જે તેને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ ભારત માટે એક મોટો પડકાર રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીન વિશે નિવેદન આપ્યું છે. જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે ચીન ભારત માટે ‘સૌથી મોટો પડકાર’ છે. ચીન સાથેનો આ પડકાર ભવિષ્યમાં પણ રહેશે. ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

પાકિસ્તાનને બીજો મોટો પડકાર જણાવ્યો; સીડીએસે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા પ્રોક્સી યુદ્ધને ભારત માટે ‘બીજો મોટો પડકાર’ ગણાવ્યો અને કહ્યું કે કોઈપણ દેશ સામેના પડકારો ક્ષણિક નથી પરંતુ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.

ચીન સાથે સરહદ વિવાદ સૌથી મોટો પડકાર; જનરલ અનિલ ચૌહાણે કહ્યું, ‘મારું માનવું છે કે ચીન સાથેનો સરહદ વિવાદ ભારત માટે સૌથી મોટો પડકાર છે અને રહેશે. બીજો સૌથી મોટો પડકાર પાકિસ્તાનનું ભારત સામે પ્રોક્સી યુદ્ધ છે, જેણે ‘હજાર ઘા આપીને ભારતને લોહી વહેવડાવવા’ની રણનીતિ અપનાવી છે.

સીડીએસે કહ્યું, ‘આપણા બંને હરીફો (પાકિસ્તાન અને ચીન) પરમાણુ શક્તિઓ છે અને તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે નક્કી કરવું હંમેશા એક પડકાર રહેશે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *