ચીને અમેરિકાની આયાત પર ૧૨૫% ટેરિફ લાદ્યો

ચીને અમેરિકાની આયાત પર ૧૨૫% ટેરિફ લાદ્યો

શુક્રવારે ચીને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ચીની નિકાસ પર ૧૪૫% જકાત લાદવાના બદલામાં અમેરિકાથી થતી આયાત પર વધારાના ટેરિફ વધારીને ૧૨૫% કર્યા હતો.

બેઇજિંગમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને આયાતી યુએસ ઉત્પાદનો પર વધારાના ટેરિફ વધારીને ૧૨૫% કર્યા છે, જે અગાઉના ૮૪% થી વધુ છે.

વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના ટેરિફ વધારા બાદ ચીને વિશ્વ વેપાર સંગઠન (WTO) માં પણ દાવો દાખલ કર્યો હતો.

અમેરિકાની નવીનતમ સૂચના અનુસાર, ચીન પર કુલ વેપાર જકાત ૧૪૫% જેટલી થઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *