વાવ તાલુકામાં 192 આંગણવાડીઓ આવેલી છે. તેમાં 43 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. ભૂલકાઓ ભાડાના મકાનમાં, શાળાના મકાનમાં તો અમુક કોમ્યુટી હોલમાં બેસવા મજબુર બન્યા છે. વાવ તાલુકામાં ૪૩ જર્જરિત આંગણવાડી પૈકી ૨૦ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે. અને ૩ આંગણવાડી કોમ્યુનીટી હોલમાં કાર્યરત છે. 5 આંગણવાડી પ્રાથમિક શાળામાં ચાલે છે. વાવની માવસરી -1 અને ચતરપુરા ગામની આંગણવાડી એટલેી જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી શકયતા છે.
કઇ કઈ 43 આંગણવાડીઓ જર્જરિત; અસારાવાસ-1, ખીમાણાપાદર-2, ખીમાણાવાસ-3, ચતરપૂરા, ચંદનગઢ, ચોટીલ-2, રાછેણા-1, ચોથાનેસડા-1, લોદ્રાણી 2,ગંભીરપુરા ૧, સરદારપુરા, પ્રતાપપુરા, ઢીમા-6, તખતપુરા(ઢી), દેથળી-, એટા-1, બાહિસરા, રામપુરા-1, વાસરડા, કલ્યાણપુરા, ચાંદરવા-1, ચાંદરવા-2, માડકા-2, માડકા-3, ભાટવરવાસ-1, ભાટવરગામ-1, પાનેસડા, કારેલી-2, આકોલી-1, માવસરી-1, મોરીખા- 2, ધરાધરા-1, રાવળા, ભડવેલ-1, મોરીખા-1, માલસણ-1, મીઠાવિરાણા-1, કુંભારડી-1, દૈયપ-1, બાલુંત્રી-1, બાલુંત્રી-2, દૈયપ-2 જર્જરિત હાલતમાં છે. તેમજ દેથળી, ધરાધરા, ભાટવરગામ 01 અને રામપુરા આંગણવાડીના મકાનનું કામ કાજ ચાલુ છે.