થરાદના વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતાં બાળકનું મોત

થરાદના વેદલા ગામે હિંચકાની દોરી ગળામાં ફસાતાં બાળકનું મોત

સી.સી.ટી.વી માં કેદ થઈ હૃદય કંપાવનારી ઘટના, મજૂરી કરતા પરિવારનો પુત્ર હિંચકે રમતા દુર્ઘટનાનો ભોગ બન્યો

થરાદ તાલુકાના વેદલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અલ્પેશ ઠાકોર નામના બાળકનું હિંચકે રમતા સમયે કરુણ મોત નીપજ્યું છે. હિંચકાની દોરી બાળકના ગળામાં ફસાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બે દિવસ પહેલા બનેલી આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ સી.સી.ટી.વી ફૂટેજ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. સીસીટીવીમાં કેદ થયેલા દૃશ્યો અત્યંત હૃદયદ્રાવક છે. મૃતક બાળક અલ્પેશના પિતા ભાગિયા તરીકે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ લાખણી તાલુકાના ભાકડિયાલ ગામના વતની આ પરિવાર માટે પુત્રનું અચાનક મોત અસહ્ય આઘાત બની ગયું છે. પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે. આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ છે કે નાના બાળકોને હિંચકા જેવા રમકડાં પર રમતી વખતે સતત દેખરેખ રાખવી જોઈએ. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *