મુખ્યમંત્રીએ કમિટી બનાવી ખેલ સહાયકો ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની ખાતરી આપી; છેલ્લા 32 દિવસ થી આંદોલન કરી રહેલા ગુજરાતના 1500 ખેલ સહાયકો ના આંદોલન નો આખરે સુખદ અંત આવતાં આંદોલન કારીઓએ પોતાનું આંદોલન સમેટી લઈ અટકાયત કરાયેલા શિક્ષકોને પણ છુટા કરાતાં સૌએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા 32 દિવસ થી આંદોલન કરી રહેલા ગુજરાતના 1500 ખેલ સહાયકો ના આંદોલન નોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ના વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ક્રીડા ભારતી ગુજરાતના હોદેદારો વચ્ચે ગુરુવારે લંબાણ પૂર્વક ચાલેલી ચર્ચામાં મુખ્યમંત્રીએ આ મામલે કમિટી બનાવી ખેલ સહાયકો ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા આગળ વધવા સૂચના આપતા આંદોલન કરતા વ્યાયામ શિક્ષકોનું નેતૃત્વ કરતા ચાર મુખ્ય વ્યક્તિઓએ પણ વાટાઘાટો માં સામેલ થઈ પોતાનો સંતોષ વ્યક્ત કરી આંદોલન હાલ પુરતું મુલત્વી રાખવા માટે તૈયાર થયાં હતાં અને આંદોલન કારી મોટી સંખ્યામાં અટકાયત કરવામાં આવેલા શિક્ષકોને પણ છુટા કરતા તમામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજય સરકાર નો આભાર વ્યક્ત કરી પોતાના ઘરે પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.

