હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના કોન્ટ્રાકટર ની બે કાળજી ના કારણે વેપારીઓ નું સ્વાસ્થ્ય જોખમાયું; છાપી હાઇવે ઉપર તંત્ર ના પાપે રોગચાળાની ભીતિ; વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર હાઇવે ની બન્ને સાઈડ માં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલ માં ગટર લાઈન ના કનેક્શન જોડી દેવાતા દુર્ગધ મારતી ગંદગી રોડ ઉપર ફેલાતા આસપાસ ના દુકાનદારો નું સ્વાસ્થ્ય સામે સવાલ ઉઠ્યા છે.
વડગામ તાલુકાના છાપી હાઇવે છેલ્લા અનેક સમય થી વિવાદો નું કેન્દ્ર બન્યું છે. હાઇવે ઉપર એક વર્ષ ઉપરાંત સમય થી સિક્સલેન ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે.જે કામ દરમિયાન ઓવરબ્રિજના કોન્ટ્રાકટર ની દાદાગીરી ને લઈ વેપારી ઓ પરેશાન થઈ ઉઠ્યા છે.કોન્ટ્રાકટર દ્રારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલ નું કામ અધુરૂં છોડી મુકતા આસપાસના દુકાનદારો પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે કેનાલ માં હોટલ સંચાલકો તેમજ ફાસ્ટફૂડ ના વિક્રેતાઓ અને રહેણાંક મકાનો સહિત કત્લખાના વાળાઓ દ્રારા વરસાદી પાણીની કેનાલ માં ગટરના કનેક્શન જોડી દેતા તેમજ આ કેનાલ નું કામ અધૂરું હોઈ આ ગંદગી ફેલાવતા દુર્ગધ મારતા પાણી તેમજ મળ રોડ ઉપર ઉભરાતા વેપારીઓ નું સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે. જ્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારીઓ માંગ કરી રહ્યા છે.
મચ્છરજન્ય રોગચાળા ની ભીતિ; હાલ માં એક તરફ ચોમાસા ની સિઝન ચાલી રહી છે જ્યારે બીજી તરફ રોડ ઉપર ગટર ના ગંદા પાણી ઉભરાતા હાઇવે સ્થિત વેપારીઓ નું સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા સાથે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત થી ફફડાટ વ્યાપી ગયો છે.

