ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ચાલતી નિઃશુલ્ક 108 એમ્બ્યુલન્સ સેવા જે ગુજરાત ભરમાં મોખરે છે. અને અત્યાર સુધીમાં અનેક અણમોલ જીવ બચાવ્યા છે. ત્યારે છાપી 108 ની ટીમને શનિવારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સુજાણપુર પાસે આવેલ લખે દા ઢાબા હોટલ પાસે બે ત્રણ કલાકથી એક ટ્રક ઉભી હતી. ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ તપાસ કરતા ટ્રકમાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હતો તો તેને ૧૦૮ માં કોલ કર્યો હતો. આ કોલ છાપી ૧૦૮ ની ટીમને મળતાની સાથે જ ટીમના ઈએમટી લલિતભાઈ પરમાર અને પાયલોટ ભવદીપભાઈ પરમાર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા.
ઘટના સ્થળે પહોંચીને ટ્રકમાં તપાસ કરતા એક ૫૪ વર્ષનાં ભાઈ ટ્રકમાં બેભાન હાલતમાં હતા.દર્દીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટેચરની મદદથી 108 એમ્બ્યુલન્સમાં લઈને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા.ત્યાં દર્દી પાસેથી એક મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ,વીંટી, એટીએમ કાર્ડ,રોકડ રકમ અંદાજિત 9070/- સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમની સાથે હતા. આ તમામ સામાન છાપી 108 ટીમ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.