પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પ્રોહી જુગારની ગે.કા પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના આધારેના.પો.અધિ.ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.આર.એચ સોલંકીના સીધા માર્ગ દર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે પલાસર ગામે હરસિધ્ધી માતાજીના મંદીરની પાછળ આવેલ ખરવાડમાં બાવળોની ઝાડી માંથી પોતાના અંગત ફાયદા સારૂ તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે હકીકત આધારે ટીમે રેડ કરતા સ્થળ પરથી રોકડ રૂ.૧૦૬૧૦,મોબાઇલ નં. ૩.રૂ.૧૫૦૦૦ અને મોટર સાઇકલ નં.૨ કિં.રૂ.૭૫૦૦૦ મળી કુલ રૂ.૧૦,૦૬૧૦ સાથે ઠાકોર વિક્રમસિંહ દિવાનજી રહે. સેલાવી તા.ચાણસ્મા,ઠાકોર ભાવુજી જયંતીજી અને રાવળ વિક્રમભાઇ પ્રહલાદભાઇ બંન્ને રહે.પલાસર તા.ચાણસ્મા જી.પાટણ વાળાને પકડી તમામ વિરૂધ્ધમાં ચાણસ્મા પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- February 11, 2025
0
138
Less than a minute
You can share this post!
editor