ખેડૂત વર્ગે ને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સાવચેતી ના પગલાં લેવા: બનાસકાંઠા જિલ્લામાં ભરશિયાળે ફરી એકવાર કમોસમી વરસાદની આફત ની દહેશત વર્તાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા આગામી ૨૬ ડીસેમ્બર થી બે દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સાથે અમુક સ્થળો પર હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે જેને લઇ જગતના તાત સહિત પ્રજાજનોમાં ચિંતાનો માહોલ સતાવી રહ્યો છે બદલાતા જતાં વાતાવરણનો થી લોકોના સ્વાસ્થ્ય સાથે ખેતીના પાકો પર પણ માઠી અસર પડી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાન રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સીસ્ટમ ને લઇ ઝાકળ ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ઉત્તર ભારતમાં આવનાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને કારણ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને રવિવારની વહેલી સવારથી આકાશમાં વાદળ છવાયા છે જેથી પ્રથમ વાર શિયાળું સીઝનમાં કમોસમી માવઠા નું સંકટ જોવા મળી રહ્યું છે જેના કારણે ઉભા પાકોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઇ જગતના તાત માં પણ ચિંતાના વાદળો છવાયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ ને ધ્યાને લઇ ખેડૂતોને પૂરતા પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે.
બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદની શક્યતા: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગુજરાત રાજ્ય ના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બે દિવસ સુધી મધ્યમ થી હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
રવિ સીઝન ના ૪૩૨૦૪૭ હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતર પર ખતરો મંડરાયો: બનાસકાંઠા જિલ્લામાં રવિસીઝન ના વિવિધ પાકોનું ૪૩૨૦૪૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ત્યારે બદલાતા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ના કારણે રોગચાળા સહિત નો ખતરો મંડરાયો છે
ખેડુતો ને પોતાના માલમત્તા નું નુકશાન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા : હવામા બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તારીખ ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ અમુક જગ્યા એ હળવો વરસાદ પડવાનું અનુમાન છે જેથી ખેડૂત વર્ગ ને કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાન માં લઇ પૂરતા પગલાં લે તે ઇચ્છનીય છે.