જિલ્લામાંથી શિયાળાની વિદાયના સમયે લઘુતમ તાપમાનમાં વધારો થતાં દિવસે ગરમીનો અનુભવ રાત્રે ઠંડી અને દિવસે ગરમીને લઈ લોકોમાં બીમારીઓનું પ્રમાણમાં પણ વધારો થયો; શિયાળાની ઋતુની વિદાયની ઘડીયો ગણાઇ રહી છે.ત્યારે તાપમાનમાં વધઘટ જોવા મળી રહ્યું છે જેના કારણે થોડા દિવસ પહેલા દિવસ પહેલા ઠંડીનો અનુભવ થતો હતો. જો કે ત્યારબાદ તાપમાનમાં વધારો થતા દિવસભર સામાન્ય ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છેરાત્રે પણ ઠંડીમાં ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. આ મહિનાના અંતમાં હવામાનમાં પલટો આવે તો તાપમાન સામાન્ય ઘટી શકે છે. પરંતુ કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ નહીંવત હોવાનું મનાઈ રહ્યુ છે.
છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વર્તાઈ રહી છે. ભર શિયાળે ઉનાળે વરસાદ પડે અને શિયાળમાં પણ ગરમીનો અહેસાસ થાય તેવા અનુભવો લોકોને થઈ રહ્યા છે. આ વર્ષે શિયાળો શરૂ થયા બાદ પણ ઠંડીની શરૂઆત થઈ ન હતી. નવેમ્બર મહિનામાં શિયાળાની જમાવટ જ રહી ન હતી અને ડિસેમ્બરમાં કાતિલ ઠંડી પડી હતી. આ જ રીતે જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડી હતી. પરંતુ આગામી દિવસોમાં હવે શિયાળાની વિદાય થશે. તેની અસર થવા લાગી હોય તેમ બપોરના સમયે ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો અને લોકોને પંખા ચાલુ કરવાની ફરજ પડી હતી. બે દિવસ પહેલાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ હતું. પરંતુ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસે તાપનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે હજુ રાત્રે દરમિયાન સામાન્ય ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં હજુ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ ફેબ્રુઆરીના અંતમાં વાતાવરણમાં અસ્થિરતા આવે અને વાદળછાયુ વાતાવરણ સર્જાય તો તાપમાનમાં વધઘટ થઈ શકે છે. પરંતુ હવે કાતિલ ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ નહીવત રહેલી છે. આ મહિનાના અંત સુધીમાં ઉનાળાની વિધિવત શરૂઆત પણ થઈ જશે. તેવુ હવામાનના જાણકારો માની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહી શકે; હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન સમગ્ર રાજ્ય સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની કોઈ શક્યાઓ નથી. આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મંગળવારે ડીસાનું લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું.
દિવસ રાત્રીના તાપમાનમાં ફેરફારને લઈ ઋતુજન્ય બીમારીઓનું પ્રમાણમાં પણ વધારો જોવા મળી શકે છે; છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેને લઇ લોકોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને જેના કારણે ઋતુજન્ય બીમારી જેવી કે ખાંસી શરદી તાવ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.