ચેમ્પિયન્સ ટ્રોફી 2025; તમામ 8 ટીમોએ તેમની ટીમની જાહેરાત કરી દીધી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025; તમામ 8 ટીમોએ તેમની ટીમની જાહેરાત કરી દીધી

પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની મળી છે. પરંતુ તે હાઇબ્રિડ મોડલ પર રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયાની તમામ મેચ UAEની ધરતી પર યોજાશે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. હવે તમામ ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ માટે 8 ટીમોને બે ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવી છે જેમાં દરેક ગ્રૂપમાં ચાર ટીમો છે. દરેક ગ્રૂપમાં ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઈનલ 9 માર્ચે રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તેમાં ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામેલ છે. આ 8 ટીમોમાંથી માત્ર ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જ ટાઈટલ જીતવામાં સફળ રહી છે. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ હજુ સુધી ટાઈટલ જીતી શક્યું નથી. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા જઈ રહી છે.

ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન

ગ્રુપ-બી: અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા

ગ્રુપ A ની તમામ ટીમ: 

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તંજીદ હસન, તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ, એમડી મહમૂદ ઉલ્લાહ, જાકર અલી અનિક, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઈમોન, નસુમ અહેમદ હસન સાકિબ, નાહીદ રાણા.

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન વિલ યંગ.

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા (વાઈસ-કેપ્ટન), ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.

ગ્રુપ બીની તમામ ટીમ: 

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, ઈકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવિદ મલિક.

ઈંગ્લેન્ડ : જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.

ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ગી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબ્રેઈઝ શમ્સી, ટ્રિસ્તાન સ્ટબ્સ વેન ડેર ડ્યુસેન.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *