વિજાપુર શહેર ખાતે વિસનગર રોડ પર આવેલ દ્વારિકા નગરી સોસાયટી પાસે વયોવૃદ્ધ મહિલાના ગળામાંથી ધોળા દિવસે સોનાની ચેનની લૂંટ કરવાની ઘટના બનવા પામી હતી. 75 વર્ષીય અનસુયાબેન સોની મંદિરથી દર્શન કરી જ્યારે ઘર તરફ પરત ફરતા હતા રે સમયે વૃદ્ધાના ગાળામાં પહેરેલ બે લાખ રૂપિયાનો સોનાનો દોરો ઝુંટવી ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતાં. વૃદ્ધના ગળામાંથી સોનાના ચેનની લૂંટ ચલાવી બાઈક પર સવાર બે ઈસમો સીસી ટીવી માં કેદ થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેના આધારે લૂંટ ચલાવનારા બન્નેય બાઇક સવાર ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે 75 વર્ષીય અનસુયાબેન સોની સાથે બનેલી લૂંટની ઘટના બાદ અજાણ્યા તસ્કરો સામે વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તાપસ હાથ ધરી છે.
- August 7, 2025
0
167
Less than a minute
You can share this post!
editor

