ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ પછી ભાજપના ઉમેદવાદની જીતની જે રીતે ઉજવણી કરવામાં આવી તે વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતનું સેલિબ્રેશન કર્યું હતું. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા. જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કેટલાક કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસ દ્ધારા અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

- February 18, 2025
0 43 Less than a minute
You can share this post!
editor