National

ભારતે ચિલીને WAVES 2025માં આમંત્રણ આપ્યું: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.એલ.મુરુગને રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની મુલાકાત દરમિયાન ચિલીના મંત્રી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી

(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક…

ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા

(જી.એન.એસ) તા. 2 દેહરાદુન, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાણીવાળી ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા…

સુપ્રીમ કોર્ટમાં 52 વર્ષ લાંબી કાયદાકીય લડતનો અંત

રાજસ્થાન સરકાર VS  આઈ. કે. મર્ચન્ટ્સ પ્રાઇવેટ લિ. સહિત ખાનગી પક્ષો વચ્ચે રાજ્ય સરકારને આપલા શેરના મૂલ્યાંકન પર વિવાદ (જી.એન.એસ) તા.…

6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ને વધુ એક મોટો ઝટકો (જી.એન.એસ) તા. 2 રાયપુર, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ…

ભારતીય માનક બ્યૂરો દ્રારા મહારાષ્ટ્રના નંદુરબારમાં હોલમાર્ક વિના વેચાણ કરતી જ્વેલરીની દુકાન પર દરોડા પાડ્યા

(જી.એન.એસ) તા. 2 નંદુરબાર, ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા નંદુરબારમાં સ્થિત હોલમાર્ક વગરની જ્વેલરી વેચતી જ્વેલરી શોપ, (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ, સોનાર ખુંટ, મરોલી ચોક, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (2) મેસર્સ એમ.એમ. જ્વેલર્સ, N.A-2339, તિલક રોડ નંદુરબાર, મહારાષ્ટ્ર-425412, (3) મેસર્સ કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ, ફડકે ચોક, તિલક રોડ, સરાફ બજાર, નંદુરબાર, મહારાષ્ટ્ર-425412 સામે દિનાંક 02.04.2025 ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, લગભગ (969.85) ગ્રામ BIS હોલમાર્ક વિનાના સોનાના દાગીના મળી આવ્યા હતા અને ત્રણેય જ્વેલરીની દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી (1) મેસર્સ એન.એમ. જ્વેલર્સ પાસેથી 61.38 ગ્રામ (2) મેસર્સ એમ.એમ.જ્વેલર્સ પાસેથી 248.53 ગ્રામ સોનાના દાગીના અને (3) કન્હૈયાલાલ વિશ્વનાથ સરાફ (KVS) જ્વેલર્સ પાસેથી 659.94 ગ્રામ BIS હોલમાર્ક વગરના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. BIS હોલમાર્ક વિના નંદુરબાર જિલ્લામાં સોનાના દાગીના વેચી શકાતા નથી. આથી ઉપરોક્ત જ્વેલર્સની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 6 સપ્ટેમ્બર 2023ના હોલમાર્કિંગ ઓફ ગોલ્ડ જ્વેલરી એન્ડ ગોલ્ડ આર્ટીફેક્ટ્સ ઓર્ડર મુજબ સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છ. મહારાષ્ટ્રના 28 જિલ્લામાં હોલમાર્કિંગ ફરજિયાત છે, જેમાંથી નંદુરબાર પણ એક છે. તેનો અર્થ એ કે કોઈપણ ઉત્પાદક અથવા વેપારી હોલમાર્ક કર્યા વિના સોનાના દાગીનાનું વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરતા જોવા મળશે, તો બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016ની કલમ 15ના ઉલ્લંઘન માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ 1,00,000/-નો દંડ અથવા બંને થઈ શકે છે. અનૈતિક જ્વેલર્સ સામાન્ય રીતે લોકોને છેતરવા માટે હોલમાર્ક વગરના સોનાના દાગીના વેચે છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે સામાન્ય લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે સંગ્રહિત માહિતી અનુસાર શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેની પાસે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના પ્રમાણપત્રના દુરુપયોગ વિશે માહિતી હોય અથવા ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ આવરી લેવામાં આવતી પ્રોડક્ટના ઉત્પાદકો વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તે પ્રમુખશ્રી , બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, સુરત બ્રાન્ચ ઑફિસ, પહેલો માળ, ટેલિકોમ ભવન, કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ – 395001 – 395001 – 91206201001 (Telecom-395001). subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. This content is restricted to site members. If you are…

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તરકશ દ્વારા 2500 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 2 પશ્ચિમી નૌકાદળ કમાન્ડ હેઠળ કાર્યરત ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમી હિંદ મહાસાગરમાં 2500 કિલોથી વધુ માદક દ્રવ્યોને સફળતાપૂર્વક અટકાવ્યો…

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 2 પટણા/નવી દિલ્હી, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ…

ચર્ચા ટાળવા માટે વિપક્ષનો વોકઆઉટ બહાનું, વક્ફ બિલના વિરોધ પર બોલ્યા કિરેન રિજિજુ

બુધવારે લોકસભામાં સુધારેલા વકફ બિલ પર ચર્ચા માટે સરકારે આઠ કલાકનો સમય ફાળવ્યો છે, જે સત્ર વિપક્ષ અને વિવિધ મુસ્લિમ…

સુધારાઓની સમીક્ષા કર્યા પછી નીતિશ કુમારનો પક્ષ વક્ફ બિલને સમર્થન આપશે: સૂત્રો

વકફ (સુધારા) બિલ, 2024 આવતીકાલે લોકસભામાં રજૂ થવાનું છે, ત્યારે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) એ સાવધાનીપૂર્વક વલણ અપનાવ્યું છે, બિહારના…

ભાજપ અને AIADMK ગઠબંધન કરે તો શું અન્નામલાઈ સૌથી મોટી હારનો સામનો કરશે?

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારીમાંથી રાજકારણી બનેલા કે. અન્નામલી, તમિલનાડુમાં ભાજપને પોતાની છબી મુજબ ઘડી રહ્યા છે. 2023 માં, તેમણે ધમકી આપી…