પાલનપુર ડીસા હાઈવે પર અંડર પાસમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડી ફસાઈ જતા રાજસ્થાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પાલનપુર ડીસા હાઈવે પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં વાહનોની અવરજવર માટે અંડર પાસ બનાવવામાં આવેલું છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ ના લીધે અંડર પાસમાં પાણી ભરાઈ ગયું છે. જેથી અંડર પાસ માંથી વાહનો પસાર કરવા જોખમી બન્યું છે. અંડર પાસમાં જ્યારે વરસાદી પાણી ભરાય છે ત્યારે સ્થાનિક રહીશો અંડરપાસમાંથી પસાર થતા નથી પરંતુ અજાણ્યા વાહન ચાલકો અહીંયા ફસાઈ જાય છે. આજે રાજસ્થાનના રહેવાસી અન્ડર પાસમાં પસાર થતી વખતે પાણીનો અંદાજ ન હોવાથી તેમની ગાડી અધવચ્ચે બંધ પડી જતા પાણીમાં ફસાઈ ગયા હતા. જોકે ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે રેલવે બ્રિજ ની બાજુમાં બનાવવામાં આવેલ અંડરપાસમાં ચોમાસા દરમિયાન વધુ પાણી ભરાઈ જાય છે. જેનો રેલવે વિભાગ દ્વારા પાણી નિકાલ ન થવાના કારણે અજાણ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા હોય છે.
- August 25, 2025
0
160
Less than a minute
You can share this post!
editor

