પાલનપુરના ઢુંઢીયાવાડી રોડ પર સાંજના સમયે એક ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ગાડીમાં અચાનક આગ લાગતાં જ ડ્રાઈવરે તરત સમયસૂચકતા વાપરીને ગાડીની બહાર નીકળી ગયો હતો. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. ઉનાળાની ઋતુમાં ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધુ બનતી હોય છે. આવી ઘટનાઓથી બચવા માટે વાહન માલિકોએ પોતાના વાહનનું નિયમિત મેઇન્ટેનન્સ કરાવવું જોઈએ.