આર્મી કમાન્ડર જનરલ આર.સી.તિવારી સહિતના અધિકારીઓએ કનૅલ નિતિન જોષીના હૈરત અંગેજ કરતબ સાથે તેમની ફરજ ને સરાહી; પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને ગુજરાતના મીલખા સિંગનું બિરુદ મેળવનાર તેમજ આઈસમેન અને આર્યન મેન તરીકે નો એવોર્ડ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં પાટણ જિલ્લા ને તેમજ ગુજરાતને ગૌરવ અપાવનાર અને હાલમાં બુધ્ધગયા ખાતેના આર્મીના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી મા ફરજ બજાવતા કનૅલ નિતિન જોષીએ તાજેતરમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટ નો એવોર્ડ પ્રાપ્ત કરી વધુ એક વખત પાટણ જિલ્લાને તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
તાજેતરમાં આર્મી કમાન્ડર જનરલ આર.સી.તિવારીના અધ્યક્ષ પદે આયોજિત એવોર્ડ સન્માન કાર્યક્રમ મા કર્નલ નીતિન જોશીએ પોતાના શરીર પર બુલેટ સાથે 10 આર્મી જવાનોને બેસાડી હૈરત અંગેજ કરતબ દશૉવતા અને બુદ્ધગયા ખાતેના આર્મીના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી મા પોતાની પ્રશંસનીય કામગીરી દશૉવવા બદલ તેઓને ઉપસ્થિત આર્મી કમાન્ડર જનરલના આર.સી.તિવારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરીયદ ગામના વતની અને દેશની રક્ષા કાજે આર્મીમાં કર્નલ તરીકેની ફરજ બજાવી અનેક એવોર્ડ મેળવનાર નિતીન જોષી એ બેસ્ટ ઓફિસર કમાન્ડન્ટનો એવોર્ડ મેળવી વધુ એક ગૌરવ પ્રદાન કરતાં પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતે તેઓની આ સિદ્ધિને સહાનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી છે.