જસ્ટિન ટ્રુડો આખરે કેનેડાના વડા પ્રધાન પદને અલવિદા કહી રહ્યા છે. દેશની લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જસ્ટિન ટ્રુડોએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી શાસક લિબરલ પાર્ટી પોતાના નવા નેતાની પસંદગી કરી રહી હતી. આખરે, માર્ક કાર્ને પીએમ પદની રેસ જીતી લીધી છે અને કેનેડાના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું? પીએમ પદ છોડવા પર, જસ્ટિન ટ્રુડોએ કહ્યું- “હું લિબરલ પાર્ટીના નેતા તરીકે એ જ આશા અને મહેનત સાથે વિદાય લઈ રહ્યો છું જે મેં શરૂઆત કરતી વખતે કરી હતી. મને આ પાર્ટી અને આ દેશ માટે આશા છે, કારણ કે લાખો કેનેડિયનો દરરોજ સાબિત કરે છે કે વધુ સારું હંમેશા શક્ય છે.
માર્ક કાર્ને કોણ છે? માર્ક કાર્ની બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર છે. તેઓ થોડા દિવસોમાં કેનેડાના આગામી પીએમ બનશે. પીએમ પદની રેસમાં, કાર્નેએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી કરીના ગોલ્ડ, ભૂતપૂર્વ નાણામંત્રી અને નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ લિબરલ સાંસદ ફ્રેન્ક બેલિસને હરાવ્યા છે.